5 જાન્યુઆરી 2018નું કરંટ અફેર્સ

0
173

# અમેરિકામાં બોમ્બ વાવાઝોડુ ત્રાટક્યું:

અમેરિકાના મોટાભાગના વિસ્તારો ઉપર બોમ્બ નામનાં વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે. આ વાવાઝોડાને પગલે એક ઘરવિહોણી વ્યક્તિ સહિત ૧૭ લોકોનાં મોત થયાં છે. અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં નદી અને તળાવનાં પાણી પણ બરફમાં પરિર્વિતત થઈ ગયાં છે. નાયગ્રા ધોધનો કેટલોક ભાગ થીજી ગયો છે. આ ઉપરાંત અનેક સ્થળે ફુવારા અને પાણીના સ્રોતોમાં બરફ જામી ગયો છે. જ્યોર્જિયા દ્વારા ૨૮ વિસ્તારો માટે સ્ટેટ ઓફ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થવાની ફરિયાદો આવી હતી. બીજી તરફ ગુરુવારે ૨,૭૦૦થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી, અનેક ફ્લાઈટના સમય બદલાયા હતા. ૬૦૦ જેટલી ફ્લાઇટ મોડી ચાલી રહી હતી. આ ઉપરાંત બુધવારે ૫૦૦ જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ સિવાય સાઉથ કેરોલિના, જ્યોર્જિયા, બોસ્ટન, હિલ્ટન હેડ અને મેસાચુસેટ એરપોર્ટ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યાં હતાં. આ સેવાઓ ખોરવાતાં લાખો મુસાફરો રઝળી પડયાં હતાં, તે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો મંગળ ગ્રહ કરતાં નીચો જવાની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી હતી.

અમારી એપ્લીકેશનની એકવાર જરૂર મુલાકાત લો: અહી ક્લિક કરો

અમારી ટેલીગ્રામ ચેનલમાં જોડાવા માટે: અહી ક્લિક કરો

બોમ્બજેનેસિસ વાવાઝોડું શું છે? 

બોમ્બજેનેસિસ વાવાઝોડું ત્યારે આવે છે કે જ્યારે વાવાઝોડાનું બાયોમેટ્રિક પ્રેશર ૨૪ કલાકમાં ૨૪ મિલિબાર્સ જેટલું ઘટી જાય, તેને કારણે વાવાઝોડું ખૂબ શક્તિશાળી બની જતું હોય છે. બાયોમેટ્રિક પ્રેશર તે વાતાવરણનું દબાણ હોય છે અને મિલિબાર તેને માપવાનું એકમ છે. આવાં વાવાઝોડામાં ઝડપી પવન ફૂંકાવા સાથે બરફવર્ષા થતી હોવાથી બોમ્બજેનેસિસ નામ આપવામાં આવ્યું છે.

# સેટેલાઇટ સાથે 10,800 ટ્રેન એન્જિન લિંક કરશે રેલવે:

રેલવે રિયલ ટાઇમ મોનિટરિંગ માટે ટ્રેનોના એન્જિનને સેટેલાઇટ સાથે લિંક કરશે. પ્રોજેક્ટને પૂરો કરવા માટે રેલવે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ની મદદ લઇ રહ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ ટેક્નોલોજીથી ટ્રેનોને ટ્રેક કરવા અને તેમાં હાજર ક્રૂ સાથે વાત કરવામાં સરળતા રહેશે. વર્ષના અંત સુધી તમામ 10,800 એન્જિનમાં એન્ટેના ફિક્સ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. રેલવે બોર્ડના એક સિનિયર મેમ્બરના દર્શાવ્યા પ્રમાણે, “આ ટ્રેનોનું મોનિટરિંગ સીધું ડ્રાઇવરની કેબિનમાંથી થશે. અત્યારે 10 એન્જિનોમાં તેનું ટ્રાયલ થઇ ચૂક્યું છે અને ડિસેમ્બર 2018 સુધી આ સિસ્ટમને તમામ એન્જિનોમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે.”

તમામ ટ્રેનોમાં હશે 22 કોચ:

– મંગળવારે પિયુષ ગોયલે જણાવ્યું, “રેલવેના અપગ્રેડેશન પ્લાન હેઠળ તમામ ટ્રેનોમાં 22 કોચ લગાવવામાં આવશે. ટ્રેનોની લંબાઈની સાથે-સાથે પ્લેટફોર્મ્સને પણ અપગ્રેડ કરવામાં આવશે. એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ તેમને લાંબા અને જરૂરી ફેરફાર કરવા અંગે વિચારી રહ્યું છે.”

એક્સિડેન્ટ ચેક કરવામાં પણ મળશે મદદ:

– માનવરહિત ક્રોસિંગ પર એક્સિડેન્ટ્સ રોકવા માટે રેલવે ISROની સાથે એક પાયલટ પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યું છે. રેલવેએ ઘણી ટ્રેનના એન્જિનોમાં ઇસરોએ બનાવેલી IC ચિપ ઇન્સ્ટોલ કરી છે, જેને નાવિક (NaVIC) સેટેલાઇટ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે.

– રેલવે માનવરહિત ક્રોસિંગ પર એક એલર્ટ સિસ્ટમ લગાવશે. સેટેલાઇટ ટ્રેકિંગ દ્વારા ટ્રેનોના આવવાના સમયે જોરથી એક હૂટર વાગશે, જેનાથી ક્રોસિંગ પાર કરનારા લોકોને એલર્ટ કરી શકાશે.

# ભારતે 50Cr ડોલરની મિસાઇલ ડીલ રદ્દ કરી:

ભારતે ઇઝરાયલની સાથે 50 કરોડ ડોલર (અંદાજિત 3175 કરોડ રૂપિયા)ની ડિફેન્સ ડીલ રદ્દ કરી દીધી છે. ઇઝરાયલની ટોપ ડિફેન્સ ફર્મ રાફેલે આ વાતની પુષ્ટી કરી છે. આ ડીલ હેઠળ રાફેલને ભારત માટે એન્ટી-ટેંક ગાઇડેડ મિસાઇલ સ્પાઇક ડેવલપ કરવાની હતી. રાફેલનું એમ પણ કહેવું છે કે, ભારતે આ ડીલને કેન્સર કરવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ડીલ એ સમયે કેન્સલ થઇ જ્યારે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહૂ પોતાની પ્રથમ ભારત મુલાકાતે આવવાના હતા.

26 દેશ કરે છે સ્પાઇકનો ઉપયોગ

– ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ્સ લિ.ના સ્પોકપર્સન ઇશાઇ ડેવિડે જણાવ્યું કે, કંપનીને ભારતની ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે ડીલ કેન્સલ કરવાનું ઓફિશિયલ નોટિફિકેશન મળ્યું છે.
– સ્પાઇક તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે એક લાંબી અને મુશ્કેલ પ્રોસેસ બાદ ભારતે મિસાઇલને ગ્રીન સિગ્નલ આપી હતી.
– ઇઝરાયલની સ્પાઇક એન્ટી-ટેંક મિસાઇલનો ઉપયોગ વિશ્વના 26 દેશો કરે છે.

# દેશની પહેલી ફૂડ રિસર્ચ લેબોરેટરીનું CM રૂપાણીના હસ્તે ઓપનિંગ:

ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ અને ગુજરાત સરકારના ઉપક્રમે ફૂડ રિસર્ચ લેબોરેટરીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્ત ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આજે સવારે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા. ફૂડ રિસર્ચ લેબોરેટરી દેશની એકમાત્ર અને પ્રથમ લેબોરેટરી હોવાનો દાવો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ અને ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે ફુડ રિસર્ચ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરાયું હતું. અહીં દાળ, કઠોળ, રિફાઈન્ડ કપાસીયા તેલ વગેરેની ગુણવત્તા બાબતે END USERSના સાનુકૂળ પ્રતિભાવને ધ્યાને લઈ નિગમ દ્વારા ખાનગી લેબોરેટરીઓની કામગીરી સુપ્રત કરવાને બદલે ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરવામાં આવશે. જેને લઈને આગામી વર્ષ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (MOU) કરીને ફુડ રિસર્ચ (FRL) કાર્યાન્વિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત દેશમાં આ પ્રકારની વ્યવસ્થા સૌ પ્રથમ વખત થવા જઈ રહી છે. જે સમગ્ર દેશના અન્ય રાજ્યો માટે મોડલ બની રહેશે.

Download PDF: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here