વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી ?

0
1504

નાનો વિચાર પણ મોટો ચમત્કાર સર્જી શકે છે
આપણા બધાની સોથી મોટી વિડંબના એ છે કે સહેલું કોઈને કરવું નથી ને અઘરું કોઈ થી થતું નથી
મારા વિચારોને નવા રૂપ સાથે આપ બઘા સમક્ષ રજૂઆત કરવા માટે મારી આજની નવી કોલમ.
મારી આજની કોલમ
વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મારા વિચારો

મિત્રો અહીં જે હું વિચારોને રજૂ કરું છું તે મારા ખુદના અનુભવ અને મારા ગુરુજી દ્વારા મળેલ માર્ગદર્શનનો નિચોડ છે…મારું ધ્યેય એટલું જ છે કે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરનારા હર એક સ્પર્ધાથી PROPER WAYમાં તૈયારી કરે અને મોટા મોટા બેનરો વાડા બીઝનેસમેનોના ઉઠ્ઠા ભરાવાનારના લપેટમાં ન આવે એક ચોખવટ કે અહીં મેં સૂચનો કરેલા પુસ્તકો માં મારો કોઈ અંગત સ્વાર્થ જોડાયેલ નથી..મે મારી રીતે આપ લોકોના જે ઉતમ છે તે પીરસવાની કોશિશ કરી છે.

મિત્રો ધણા સમય થી બહુ બધા વિદ્યાર્થીઓના ફોન અને મેસેજ આવે છે કે ક્લાસ 3 ની તૈયારી કઈ રીતે કરવી ?

 • શું વાંચવું ?
 • કઈ રીતે વાંચવું ?
 • ક્યાં પુસ્તકો વાંચવા ?
 • બહુ મહેનત કરી છી, પણ 2/3(થોડા માકર્સ માટે રહી જ જવાય છે..
 • યાદ નથી રહેતુ.. લાંબા સમય સુધી યાદ રાખવા શું કરવું ?
 • પરીક્ષા પાસ કરવા માટેની પ્રોપર મેથડ કઈ છે.?

જો આપ લોકોના પણ આવા જ કંઈક પ્રશ્નો હોય તો આ લેખ આપ બધા લોકોને ઉપયોગી થાય તે આશા સાથે. અહીં હું પહેલાં તો ક્લાસ 3ના કોમન સિલેબસ ની ચર્ચા કરી દઉ.જે કોઈ પણ ક્લાસ 3 ની પરીક્ષા માટે(તલાટી, ક્લાર્ક,ચિટનીસ, ઓડિટર જેવી પરીક્ષા) કોમન જ છે…

 1.  ગુજરાતી 35%
 2.  અંગ્રેજી 15%
 3.  ગણિત 15%
 4. જનરલ સ્ટડીઝ.

મિત્રો જયારે આપ વર્ગ 3ની તૈયારી કરતા હોય ત્યારે પહેલી ભુલ એ કરતાં હોય છી કે જે વિષય ને જેટલું મહત્વ આપવાનું હોય છે તેટલું આપતા નથી. (મન માં એક પ્રશ્ન પૂછજો દિવસ દરએ સૌથી વધારે આપ શું વાંચો છો ??
જવાબ મળ્યો હશે ગુજરાતનો/ભારતનો ઈતિહાસ ભૂગોળ, ન્યુઝ પેપર. સાચું ને ? )

મિત્રો સૌથી પહેલા તો મહત્વ આપવું જોઈએ રોકડીયા માર્ક્સને, જે નિયમોથી ચાલે છે, જેમાં 1+1=2 જ થાય..અટલે કે વ્યાકરણને અને ગણિત ને પરંતુ તમે લોકો આ નહીં કરતા હોય.. એવી ગફલતમાં રહેતા હોય આવું તો આવડે જ ને એમાં શું આટલો ભાર આપવાનો !?.

મિત્રો જો ધ્યાન થી જોવા ગુજરાતી, અંગ્રેજી, ગણિત, નું મહત્વ કેટલુ છે પરીક્ષા માં.. 65% તો અહીં થી જ માકર્સ છે..
જેની મંઝિલ ક્લાસ 1/2 હોય તેનો રસ્તો અહીં થઈને જ નીકળે છે. માર ગુરુજી અવારનવાર અમને કહેતા કે જેની શબ્દ પર અને જેમની ભાષા પર પ્રભુત્વ હોય એ જ ઉતમ અધિકારી બની શકે.

#અમારી સાથે જોડાવા માટે:

અને હવે જી.એસની વાત કરીએ:

મિત્રો બીજી ભુલ બધા એ કરતા હોય છે તો એ કે અહીં મહત્વ જે સબ્જેક્ટ પર ઉપર આપવાનું હોય છે એને આપણે છેલ્લા રાખી છી… અને જે ઓછા જરૂરી છે (પરંતુ રસપ્રદ હોવાનાં લીધે)તે પહેલાં કરતાં હોય છી. મિત્રો જી.એસ મુખ્યત્વે 5 સ્તંભ પર ઉપર ઊભુ હોય છે..હું આ 5 વિષયોને એના વેઇટેજ મુજબ રાખું છું.

 1. કરંટ અફેર્સ.( current affairs)
 2. ભારતનું બંધારણ(constitution)
 3. ભારતની અર્થવ્યવસ્થા(Economy)
 4. વિજ્ઞાન અને ટેકનોલોજી.
 5. ઈતિહાસ અને ભૂગોળ.

મિત્રો હવે બધા સ્પર્ધાથીનો એક સીધો અને સરળ પ્રશ્ન પુસ્તકો કયા વાંચવા ???

પહેલાં તો હું એક સુધ કાઠિયાવાડી ભાષામાં ચોખવટ કરી દઉ કે હું કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનનો બ્રાન્ડ એમ્બેસેડર છું નહીં અને બનીશ પણ નહીં. પરંતુ જે પ્રકાશનની થોડી ધણી માહિતી પરીક્ષાલક્ષી છે એ જણાવીશ. મારૂ દ્વઢ પણે માનવું છે કે પ્રાઇવેટ પબ્લિકેશન કરતા ગુજરાત અને ભારત સરકારના પુસ્તકો વાંચવા સૌ દરજે સારાં.

1: ગુજરાતી વ્યાકરણ 

 • ભાષા નિયામક કચેરીની ભાષા સૌંદર્ય,ભાષા વિવેક
 • પ્રાઈવેટ પબ્લિકેશનમાં અક્ષર પ્રકાશનની ગુજરાતી વર્બલ સ્કીલ (જી.પી.એસ.સી. સમયની.. કેમ કે એમા સ્વાધ્યાય માટે વધારે ઉપયોગ છે)

2. અંગ્રેજી વ્યાકરણ:

 • આપણે બધા ગુજરાતી લોકો છી. અને અંગ્રેજી ભાષા સાથે થોડી મુશ્કેલી મોટા ભાગના લોકોને હોય છે. મોટા ભાગના સ્પર્ધાથીઓ આમા ધ્યાન ઓછું આપતા હોય છે..પરંતુ જો થોડું સરખું ધ્યાન આપવામાં આવે તો કઈ અઘરું નથી. જે છે તો નિયમો ને આધીન જ ને.. આમાં પણ 1+1=2ની જેમ જ નિયમ લાગુ પડે..
 • જેનું અંગ્રેજી સાવ નબળું હોય તેમને 10 અને 12માં ધોરણ ની રેડી રેક્નરથી શરૂઆત કરવી..ત્યાર બાદ અક્ષર પ્રકાશનની અંગ્રેજી વ્યાકરણ.
 • 3.ગણિત:
 • આ વિષય માટે સૌથી સરળ અને સારું રહેશે 6થી 10ના પાઠ્યપુસ્તક. બાકી આમાં બીજા પ્રકાશનના પુસ્તકો કરતા પાઠ્યપુસ્તકો જ સૌથી સારા રહશે.

4.કરંટ અફેર્સ:

 • ન્યુઝ પેપર માંથી તૈયાર કરવું સૌથી સારો રસ્તો છે..(પરંતુ આમા શું વાંચવું ઐના કરતા શું ના વાંચવું એ ધ્યાન રાખવું વધારે જરૂરી છે)
  મેગેઝિન માં યુવા ઉપનિષદનું વાંચવા મા સારું રહે.(તમે કોઈપણ મેગેઝિન વાંચો પરંતુ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે એ પબ્લિશર દ્રારા બનવામાં આવતું હોય છે નહીં કે પેપર સેટર દ્રારા..એટલી માહિતી ને પૂર્ણ ન ગણવી..)
 • હું વર્તમાન પ્રવાહોને સાથે સંકળાયેલા વ્યક્તિ છું..અટલે એટલું જ કહીશ કે જયારે આપણું ધ્યેય જ્યારે ક્લાસ 1/2 જેવી મોટી પરીક્ષાનું હોય ત્યારે તો ખાસ વધારે ધ્યાન આપવું.
 • કરંટ અફેર્સ માટે જાગરણ જોશ, જી.કે.ટુડે જેવી સાઈટ વધારે ઉપયોગી નીવડે છે.

5. ભારતનું બંધારણ:

 • 11/12ની રાજ્ય શાસ્ત્રની પુસ્તક.
 • શૈહઝાદ કાઝી સરની ભારતનું બંધારણ.

6.ભારતની અર્થવ્યવસ્થા:

 • 11/12 પાઠ્યપુસ્તક (બંને ત્યાં સુધી વર્તમાન અર્થવ્યવસ્થા પર વધારે ફોકસ કરવું)
 • વર્લ્ડ ઈન બોક્સની ભારતનું અર્થતંત્ર

7.સાયન્સ અને ટેકનોલોજી: 

 • સાયન્સ માટે 6 થી 10 પાઠ્યપુસ્તક અને વર્લ્ડ ઈન બોક્સની અથવા અક્ષર પ્રકાશનની વિજ્ઞાન અને ટેકનોલોજી ની બુક.

8. ગુજરાત/ભારત ની ઈતિહાસ/ભૂગોળ માટે 5 થી 12 પાઠ્યપુસ્તકો. અને એમા પણ ખાસ તો 11-12ના
9.ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ માટે ઈશ્વર પાડવી સરની નોલેજ આઈ પબ્લિકેશન ની પુસ્તક સારી છે.
હવે અમુક એવા વિષય જે સિલેબસ આધારિત પૂછાય છે..

10.પંચાયતી રાજ= અક્ષર પ્રકાશનની અથવા વર્લ્ડ ઈન બોક્સ.
11.કોમ્પ્યુટર = અક્ષર પ્રકાશન
12.ઓડિટર માટે કુમાર પ્રકાશન અને પાઠ્યપુસ્તકો..
13.સંસ્કૃતિ વારસો = મારી PDF(મટીરીયલ અડ્ડા માં મડી રહશે.)
14.ગુજરાતી સાહિત્ય= શહેઝાદ કાઝી અને વર્લ્ડ ઈન બોક્સ.

મારૂ દ્વઢ પણે માનવું છે કે પ્રાઇવેટ પબ્લિકેશન કરતા ગુજરાત અને ભારત સરકારના પુસ્તકો વાંચવા સૌ દરજે સારાં.
હવે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા ની(આ પરીક્ષા નો પણ મને અનુભવ છે.માને નોકરી મળવા ની શરુઆત અનારામ કોન્સ્ટેબલ થી થઇ હતી.. મે સ્વીકારી ના હતી એ અલગ વાત છે)

કોન્સ્ટેબલ પરીક્ષા માટે હું એટલું જ કહીશ કે મિત્રો આમા ઉપરની મેથડ કામ નહીં કરે, કેમ કે તેમાં 80% જનરલ નોલેજ હોય છે..એના માટે પહેલા તો કોઈ પણ એક પ્રકાશનની જનરલ નોલેજ ની બુક( વર્લ્ડ ઈન બોક્સ અથવા નવનીત પ્રકાશનની)
મિત્રો અહીં થોડી ક ગોખણ પટ્ટી કરવી પડશે..મારા ખુદ ના અનુભવો પરથી કહીશ કે કોઈપણ એક વનલાઇનર બુકના પ્રશ્નો દરરોજ નો એક ટાર્ગેટ રાખી વાંચવા જોઈએ..જેમ કે હું અક્ષર પ્રકાશનની 12000 પ્રશ્નો ની વનલાઇનર બુકના રોજના 300 પ્રશ્નો પાકા કરી.. રાત્રે એક મિત્ર ને કહેતો કે ચલ પુછી લે અને જે ન આવડે એ સ્વેચ્છાએ 20 વાર લખવા નું રાખતો..

મિત્રો 75% પ્રશ્નો તો આમાથી જ થઈ જાય છે…અને હવે બાકી રહેલા 25% માટે
કરંટ અફેર્સ=યુવા ઉપનિષદ માંથી, બંધારણ=સેહઝાદ કાઝી, કાયદો= અક્ષર પ્રકાશનની પુસ્તક માંથી અને અમુક વનલાઇનર, કાયદા માં મુખ્ય IPC & CRPC પર ધ્યાન આપવાનું હોય છે..જેમા અગત્યની કલમોનું લીસ્ટ બનાવી ને તૈયારી કરવી.
કોન્સ્ટેબલ માં કાયદાના પ્રશ્નો ઉંડાણ થી પૂછાતાં નથી. ( હું મહત્વની કલમો નું લીસ્ટ મટીરીયલ અડ્ડા અને જ્ઞાન કી દુનિયાની ચેનલ માં મૂકી આપીશ)
સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સિલેબસ માં જો આવશે તો એનું મટીરીયલ અને pdf હું મોકલી આપીશ
મિત્રો મારા અનુભવો પરથી કહું તો સ્પર્ધાત્મક પરીક્ષા મા ધ્યાનમાં રાખવાની બાબતો

મિત્રો મારા અનુભવો પરથી કહું તો સ્પર્ધાત્મક પરીક્ષા મા ધ્યાનમાં રાખવાની બાબતો:

 • મિત્રો કોઈપણ ફિલ્ડમાં સલાહ એવી વ્યક્તિની જ લો જેમાં એ નિપુણ/ નિષ્ણાંત હોય.. એવા વ્યક્તિની નહીં કે જેમાંથી એ પસાર થતો હોય..
 • મિત્રો કોઈપણ કામ કરો એક ટાઈમ ટેબલ બનાવીને એને અનુસરવાનું રાખો. ધણી વાર ટાઈમ ટેબલ બની જાય છે પરંતુ અનુસરણ થતું નથી.. તો કડક રીતે એને અનુસરવાનું રાખો.
 • આપણા બધાની સૌથી મોટી વિડંબના એ છે કે સહેલું કોઈને કરવું નથી ને અઘરું કોઈ થી થતું નથી.(લો ઉદાહરણ આપુ..ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ)
 • મિત્રો એક સોનેરી સલાહ 10 પુસ્તકો 1 વાર ક્યારેય ન વાંચવા..એક પુસ્તક 10 વાર વાંચવાની ટેવ રાખજો. (અમુક લોકો દુનિયા ભરના ચોપડા ભેગા કરશે પણ કયારેય એક પણ પુસ્તક પુરૂ નહીં વાંચતા હોય.)
 • મિત્રો જે વિષય માં આપ નબળા હોય તેના પર પહેલા ધ્યાન આપો.
 • મિત્રો પરીક્ષા બાબતે સીરીયસ તૈયારી કરનારાઓનું એક ગ્રુપ તૈયાર કરી રોજ 30 મીનીટ ચર્ચા કરવા થી પણ ફાયદો થાય છે.
 • ધણા લોકો ફોનમાં એવું કહેતા હોય છે કે લાંબા સમય સુધી યાદ નથી રહેતુ અથવા પુનરાવર્તન(revision) કઈ રીતે કરવું જોઈએ..
  યાદ રાખવાની બધા ની રીત અલગ અલગ હોય છે.. પરંતુ જો મારી વાત કરું તો… હું પૂરા દિવસ દરમિયાન જે કંઈપણ વાંચતો તે રાત્રે સુતા પહેલાં યાદ કરવાની કોશિશ કરતો.. એમાં મારું મનોમંથન કરતો..બીજા દિવસે નવો ટોપિક ચાલુ કર્યા પહેલા ગઈકાલના ટોપિક ઉપર નજર ફેરવી લેતો.
 • ત્યાર બાદ દર રવિવારે પુરા અઠવાડિયાનું રિવીઝન અને ત્યારબાદ એક મહીના નું.
 • રહી વાત મારા રોજબરોજના લેખોની તો એ આપને એવાં સમયે કામ લાગશે જયારે એ પ્રશ્નનો જવાબ ક્યાંયથી નહીં મળે.. જયારે મેરિટ માં 3/4 માર્ક્સ ની જરૂર હોય ત્યારે કામ લાગશે. અને ખાસ તો જી.પી.એસ.સી પરીક્ષા મા સૌથી વધુ ઉપયોગી રહશે.
  હવે ઉપરની બધી વાતો વાંચ્યા પછી તમને એમ થતું હશે કે એલા યાર આ બધું અથવા આમાથી થોડી ઘણી વાત તો હું જાણું જ છું….‍પરંતુ દોસ્ત અહીં હું એટલું જ કહીશ દોસ્ત જાણવા થી કશું નથી થતું એને અમલમાં લાવવા થી સફળતા મળે છે..
 • મિત્રો છેલ્લે એક જ વાત સફળતાનો કોઈ શોર્ટકટ હોતા નથી..

“અને હા મિત્રો એકવાર શેર જરૂર કરી દેજો કે જેથી દરેક વિદ્યાર્થી સુધી પહોચી જાય. આભાર”

@ યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here