GSSSB સિનીયર ક્લાર્કનું ફાઈનલ પરિણામ જાહેર

0
392

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્ર્માંક: ૯૮/૨૦૧૬૧૭, સિનીયર કલાર્ક વર્ગ-૩ સંવર્ગના તા.૧૩/૧૦/૨૦૧૭ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ પ્રોવિઝનલ પરીણામ અન્વયે, ઉમેદવારો તરફથી મળેલ રીચેકીંગની અરજીઓની ચકાસણી કરતાં કોઇ પણ ઉમેદવારના માર્કસમાં સુધારો થતો નથી. તેમજ રીચેકીંગની અરજીઓ સિવાય ઉમેદવારો તરફથી મળેલ વિવિધ અરજીઓ તેમજ જેન્ડર(male/female)ની ચકાસણી કર્યા બાદ મંડળ દ્વારા ભાગ-૧ નું આખરી પરીણામ પ્રસિધ્ધ કરવામાં આવે છે.

પરિણામ જોવા માટે અહી ક્લિક કરો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૯૮/૨૦૧૬૧૭, વિવિધ ખાતાના વડા હસ્તકની સિનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની તા.૧૩/૦૮/૨૦૧૭ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષા ભાગ-૧માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરીણામ તા.૨૧/૧૨/૨૦૧૭ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે તેમાં લઘુત્તમ લાયકી ગુણના ધોરણને ધ્યાને લઈ મેરીટના ધોરણે કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ (ભાગ-૨) માટે લાયક ઠરેલ ઉમેદવારોની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી (કોમ્પ્યુટર કાર્યક્ષમતા) કસોટી તા.૨૦/૦૧/૨૦૧૮ અને તા. ૨૧/૦૧/૨૦૧૮ના રોજ યોજવામાં આવનાર છે જેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.

Senior Clerk Computer Syllabus
Senior Clerk Computer Syllabus

 

આ કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ માઈક્રોસોફ્ટ ઓફીસ ૨૦૦૭ના વર્ઝન (Version)માં લેવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટમાં ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતી અને માઈક્રોસોફ્ટ ઈન્ડીક લેન્ગવેજ ઈનપુટ ટુલ-૩ રહેશે. આ સોફ્ટવેરમાં નીચે મુજબના આઠ (8) કી-બોર્ડ ઉપલબ્ધ છે.

  1. Gujarati Transliteration
  2. Gujarati Typewriter
  3. Gujarati Typewriter (G)
  4. Gujarati Inscript
  5. Gujarati Indica
  6. Remington Indica
  7. Special Characters
  8. Gujarati Terafont

ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવા તેમજ ઉમેદવારો માટેની સુચનાઓ તથા ઉક્ત પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવશે તેથી મંડળની વેબસાઈટ જોતા રહેવાનું રહેશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here