ફેસબુક વોટ્સએપથી કમાશે પૈસા, યૂઝર્સને થઇ શકે પરેશાની

0
44
Whats App
Whats App

પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપની પોપ્યુલારિટીનું એક કારણ તેનું એડ ફ્રી હોવું પણ છે, પરંતુ હવે ફેસબુકે વોટ્સએપ દ્વારા પૈસા કમાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ફેસબુક વોટ્સએપ દ્વારા પૈસા કમાવવા માટે ફેસબુક અને વોટ્સએપને લિંક કરવાનું છે. જેને કારણે ફેસબુક પર એડ આપનારા વોટ્સએપ પર પણ એડ ચલાવી શકશે. બંને એપ લિંક થઇ જશે, જેથી યૂઝરને એપ પર કોલ કે મેસેજ કરવા માટે ક્યારેક એડ પર પણ ક્લિક કરવી પડશે.

  • ટેકક્રંચના રિપોર્ટ અનુસાર, ફેસબુકે આ ફીચરનું ટેસ્ટિંગ આ વર્ષના શરૂઆતથી જ કરી દીધું હતું અને હવે કંપની તરફથી આ ફીચર અંગે સત્તાવાર પુષ્ટિ પણ કરવામાં આવી છે.
  • ટેસ્ટિંગ પછી ફેસબુક ટૂંક જ સમયમાં આ ફીચરને યૂઝર્સ માટે લોન્ચ કરશે.
  • રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ ફેસિલિટી ધીમે-ધીમે નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને એશિયામાં શરૂ થશે અને બાદમાં તમામ દેશોમાં આવેલા યૂઝર્સ સાથે આ ફીચરને કનેક્ટ કરવામાં આવશે.
  • ફેસબુક આ ફીચરને એક્સપાન્ડ કરવા ઇચ્છે છે જેથી વોટ્સએપ અને ફેસબુક બંને સાથે કામ કરે.
  • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફેસબુકના એક ઓફિસર અનુસાર, ફેસબુક પેજ પર આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.
  • થોડા સમય પહેલા આવેલા એક રિપોર્ટ અનુસાર, ફેસબુક વોટ્સએપને પોતાની સાથે જોડવા ઇચ્છે છે, જેથી યૂઝર્સ એક ક્લિક કરી બંને એપ્સ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here