એ છોકરો 30 વર્ષનો થયો ત્યારે આખી દુનિયા તેને ઓળખાતી થઇ ગઈ

0
387
True Story
True Story

તમારો છોકરો ઠોઠ નિશાળીયો છે, એને અને ભણતરને સો જોજનનું અંતર છે. આ છોકરો જીવનમાં કઈ પણ ઉકાળી શકશે નહિ. ટીચરે રોષ ઠાલવતા એક વિદ્યાર્થીની માતાને કહ્યું.

એ ટીચરે પેલા વિદ્યાર્થીના નામનું ટાઢા પાણીએ સ્નાન કરી નાખ્યું હતું. એને તો ત્યાં સુધી કહી દીધું કે આ અડબંગ વિદ્યાર્થીને શાળામાંથી ઉઠાડી લો તો અમારા પર મોટી મહેરબાની થશે. માત્ર એ શિક્ષક જ નહિ, બીજા બધા શિક્ષક પણ પેલા વિદ્યાર્થીને કક્કાના તેરમાં અક્ષર સમો ગણતા હતા. શાળામાં બીજા વિદ્યાર્થીઓ એ ઠોઠ છોકરાની સાથે રમવા માંડે તો તરત જ શિક્ષક એવા વિદ્યાર્થીને ટોકતા અને પેલા ઠોઠ છોકરા સાથે રમવાની નાં પાડી દેતા હતા.

શાળામાં દીકરાની આવી ‘ખ્યાતીથી કોઇપણ માતાનું હ્રદય ચિરાઈ જાય, પણ એ ઠોઠ વિદ્યાર્થીની માતા હિંમત હારી નહિ. તેને પોતાના દીકરામાં પૂરો વિશ્વાસ હતો. એ છોકરો ત્રણ વર્ષની ઉમર સુધી તો એક અક્ષર પણ બોલતા શીખ્યો નહતો. એ છોકરાની માતાને જરૂર ચિંતા થતી હતી કે મારા દીકરાને કોઈ શાળામાં ભણવા નહિ મળે તો તેની કારકિર્દી આડે અવરોધ ઉભો થશે, પણ દીકરો માત્ર સારું પરિણામ ન લાવી શકે એટલે એ નકામો છે એ વાત માનવા તે કોઈ કાલે તૈયાર ન હતી.

એ છોકરો 30 વર્ષનો થયો ત્યારે આખી દુનિયા તેને ઓળખાતી થઇ ગઈ હતી. એનું નામ આલ્બર્ટ આઇન્સ્ટાઇન હતું ! એ વૈજ્ઞાનિક જેને સાપેક્ષવાળનો સિદ્ધાંત વિશ્વને આપ્યો અને આજે સવા સદી પછી પણ અત્યંત વિચક્ષણ વ્યક્તિઓના આઈ કયું વિષે વાત થાય તો તેની સરખામણી આલ્બર્ટ આઇન્સ્ટાઇનના આઈ કયું સાથે કરવામાં આવે છે. આવા જીનિયસ વૈજ્ઞાનિકને પણ વિદ્યાર્થીકાળમાં ભણવામાં શું ઉકાળે એવા કડવા વચનો સાંભળવા પડ્યા હતા.

“જ્યારે લોકો તમારી પીઠ પાછળ વાત કરતા હોય, ત્યારે યાદ રાખવું કે દરેક રમતમાં પ્રેક્ષકગણ વધુ અવાજ કરે છે, ખેલાડી નહિ.”

સફળતાના 10 સૂત્રો:

  1. બિલ ગેટસ: મોટી જીત માટે કયારેક તમારે મોટું જોખમ લેવું પડે છે…
  2. ધીરુભાઈ અંબાણી: જો તમે પોતાના સપના પૂરા નહીં કરો તો તમને કોઈ પોતાના સપના પૂરા કરવા માટે નોકરીએ રાખશે….
  3. અઝીમ પ્રેમજી: જો તમે તમારા લક્ષ્ય પર હસી રહ્યા નથી તો તેનો અર્થ છે કે તમારું લક્ષ્ય નાનું છે….
  4. રતન ટાટા: હું નિર્ણયો લેવામાં માનતો નથી, પરતું પોતાના નિર્ણયોને યોગ્ય સાબિત કરું છું….
  5. બિલ ગેટસ: બિઝનેસમાં મહાન કાર્ય કોઈ એક વ્યક્તિ દ્વારા થતું નથી. આવા લોકોની એક ટીમથી જ શકય બને છે…
  6. વોરેન બફેટ: ગ્રાહકો પર નજર રાખો અને પોતાના કર્મચારીઓની હંંમેશા આગળ રહો, કારણ કે તેમની જીંદગી તમારી સફળતા પર નિર્ભર કરે છે….
  7. વાલ્ટ ડિઝની: તમે સપના જોઈ શકો છો, તો તેને તમે પૂરા પણ કરી શકો છો….
  8. રિચર્ડ બ્રૈનસન: માત્ર પૈસા કમાવવા માટે કયારે પણ બિઝનેસમાં ન ઉતરો. જો આ જ ઉદેશ્ય હોય તો શ્રેષ્ઠ છે કે તમે કશું જ ન કરો….
  9. પીટર લિંચ: જાણો શું તમારું છે, તે તમારું કેમ છે….
  10. ડાયમન્ડ જોન : પૈસા એ એક મોટો ગુલામ છે, જોકે તે એક ડરાવનો માલિક પણ છે.

શેર કરવા વિનંતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here