9 સંકેતોથી જ જાણી શકાય છે કે તે વ્યક્તિ સુસાઈડ કરશે, આ રીતે તેને બચાવો

0
922
અવાર-નવાર કોઈએ આત્મહત્યા કરી લીધાના સમાચાર સાંભળવા મળે છે. કોઈ ઝહેર ખાઈને મોત વહાલુ કરે છે, તો કોઈ નદીમાં કુદી જાય છે. કોઈ હાઈરાઈઝ બિલ્ડીંગ પરથી ઝંપલાવીને જીવનનો અંત આણે છે. ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે આખરે લોકો આત્મહત્યા શા માટે કરે છે?
બોમ્બે હોસ્પિટલના સાયકિઆટ્રિસ્ટ ડૉ. અભય જૈનના જણાવ્યા અનુસાર આત્મહત્યા પાછળ અનેક સામાજિક અને અંગત કારણો હોઈ શકે છે પરંતુ મેડિકલની ભાષામાં વાત કરીએ તો તેની પાછળ મુખ્યત્વે બે કેમિકલ જવાબદાર છે. સેરોટોનિન અને ડોપામાઈન. સેરોટોનિન હેપ્પીનેસ, સારો મુડ, ભૂખ અને ઉંઘ લાવવામાં મદદ કરે છે. ડોપામાઈન મગજમાં ઉત્પનન થતા ખુશી અને આનંદના અહેસાસ તેમજ લાગણીઓને કંટ્રોલ કરે છે. મોટાભાગે આત્મહત્યા કરનાર લોકોના મગજમાં આ બે કેમિકલની ઉણપ જોવા મળી છે.
 • બિહેવિયર ચેન્જ: ક્યારેક એકદમ શાંત તો ક્યારેક એકદમ ઉત્તેજિત થઇ જવું. કારણ વિના જ હસવું કે રડવું બહુ જલદી ગુસ્સે થઇ જવું.
 • યાદશક્તિ પર અસર: શરીરમાં કોર્ટીસોલ હોર્મોનનું પ્રમાણ વધવાથી યાદશક્તિ અને વિચારવા સમજવાની શક્તિ કમજોર થઇ જાય છે.
 • ઈમોશનલ ચેન્જ: દુઃખ, નિરાશા અને ચિંતિત થઇને વાતો કરવી. વાતોમાં નકારાત્મકતા વધારે જોવા મળે છે.
 • સોશિયલ મીડિયા: સોહિયલ મીડિયા ઉપર વધારે એક્ટીવ રહેવું, લોકોને રૂબરૂ મળવા કે વાતચીત કરવાથી બચવું.
 • ઊંઘ ઉપર અસર: મોડે સુધી ઊંઘવું અથવા મોડી રાત સુધી જાગતા રહેવું. સુવાના સમયના શેડ્યુલમાં ફેરફાર થવો.
 • સાફ-સફાઈ ન રાખવી: બ્રશ કરવું, નહાવું અથવા સ્વચ્છ કપડા પહેરવા ઉપર ધ્યાન ન આપવું. પોતાની વસ્તૂઓને અવ્યવસ્થિત રાખવી.
 • ભૂખ ઉપર અસર: બિલકુલ ન ખાવું અથવા ખુબ વધારે ખાઈ લેવું. સ્વીટ્સ અને જંકફૂડ વધારે ખાવા
 • નશો કરવો: આ પ્રકારની માનસિક સ્થિતિમાં લોકો નશો કરવા લાગે છે.
 • શારીરિક ફેરફાર: અચાનક વજન ઓછું થઇ જાય, આંખની નીચે કાળા કુંડાળા થઇ જાય. માથાનો દુઃખાવો અથવા શરીરની કળતરની અસર રહે.


કોઈને કેવી રીતે સુસાઈડ કરતા બચાવી શકાય છે ?

 • વાત કરો: સુસાઇડ વર્તનવાળી વ્યક્તિ સાથે વાતો કરીને તેની સમસ્યાઓ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
 • સમસ્યાનું સમાધાન શોધો: જે સમસ્યાના કારણે સુસાઇડ બિહેવિયર થઇ ગયું હોય તે સમસ્યાનું સમાધાન શોધો.
 • માહોલ બદલો: વ્યક્તિને એ માહોલ અને વસ્તુઓથી દુર રાખો જેના કારણે તેનામાં સુસાઇડ બિહેવિયર આવી રહ્યું છે.
 • કામમાં વ્યસ્ત રાખો: સુસાઇડ બિહેવિયર વાળી વ્યક્તિને કોઈપણ કામમાં વ્યસ્ત રાખો જેથી નેગેટીવ વિચાર કરવાનો સમય નાં મળે.
 • ફૂડ થેરાપી: કેળાં, ઈંડા, ડ્રાયફ્રૂટ, ડાર્ક ચોકલેટ મૂડને સારો રાખવામાં મદદ કરે છે. જેથી આ પ્રકારની વસ્તુઓ ખવડાવો.
 • ડોકટરની સલાહ લો: જો પ્રયત્ન કરવા છતાં તેના સુસાઇડલ બિહેવિયરમાં ફેરફાર જોવા ન મળે તો કોઈ સારા સાઈકેટ્રિકને બતાવો.
સમાજના જાગૃત નાગરિક તરીકે એકવાર પોસ્ટ શેર કરીને દરેક લોકો સુધી પહોચાડો કે જેને સૌથી વધુ જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here