ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ વ્યક્તિના નામ ઉપર લાગી મહોર

0
500

જરાત વિધાનસભામાં ફરી ભાજપે સત્તા મેળવી છે. ગુજરાતના સીએમ તરીકે અનેક નામોની અટકળો વચ્ચે વિજય રૂપાણીને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી કરી હતી. વિજયભાઇનો જન્મ બર્માના રંગૂન શહેરમાં થયો હતો. ત્યારબાદ પરિવાર રાજકોટ આવી ગયો હતો. આથી તેઓ જન્મે બર્મીસ અને કર્મે ગુજરાતી છે. વિરૂ તેમનું હુલામણું નામ છે.

1956માં જન્મ, 1960થી રાજકોટ જ આવી ગયા હતા2 ઓગસ્ટ 1956માં જન્મેલા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 1960માં પરિવાર સાથે હું રાજકોટ આવી ગયો હતો. ત્યારથી રાજકોટમાં જ રહુ છું. વિજયભાઇ વિદ્યાર્થી કાર્યકાળથી જ રાજકારણને સામજીક કાર્યને વરેલા છે. તેમણે બી.એ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.

રાજકીય સફર પર એક નજર:

વિજયભાઇ 1988થી 1995ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યાં છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એકસચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યાં છે. છેલ્લે વજુભાઇ વાળા રાજકોટ 69ની બેઠક પર જીતતા આવ્યા છે અને મોદી સૌ પ્રથમ જ્યાંથી ધારાસભા લડ્યા તે સીટ પર વિજયભાઇ ધારાસભા લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો. જેમા તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગનો સમાવેશ થયો હતો. બાદમાં ગુજરાત પ્રદેસ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. હાલ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

પ્રમુખમાં રહ્યો છે સૌરાષ્ટ્રનો દબદબો:

1995માં વજુભાઈ વાળા ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા ત્‍યાર પછી રાજેન્‍દ્રસિંહ રાણા, પરસોતમ રૂપાલા, આર.સી. ફળદુ અને સૌરાષ્‍ટ્રના જ વિજય રૂપાણી પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્રનો પ્રમુખ તરીકેનો દબદબો યથાવત રહ્યો છે. રાજકારણ ક્ષેત્રે રાજકોટનુ વજન પણ વધી ગયુ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here