વનડેમાં રોહિત શર્માની ત્રીજી બેવડી સદી, જાણો કોણે કેટલા માર્યા રન

0
142
Rohit Sharma
Rohit Sharma

ભારતે શ્રીલંકાને બીજી વન ડે મેચ જીતવા માટે 393 રનનો પડકાર આપ્યો છે. ભારતે 50 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 392 રન બનાવ્યા હતા.ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ આક્રમક 208* રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્માએ વન ડે કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી જ્યારે શ્રીલંકા વિરૂદ્ધ બીજી બેવડી સદી હતી. આ સીવાય શ્રેયસ અય્યરે 88 અને શિખર ધવને 67 રન બનાવ્યા હતા.

કેપ્ટન તરીકે રોહિત શર્માની પ્રથમ સદી:

રોહિત શર્માએ વન ડે કારકિર્દીની 16મી સદી ફટકારી હતી. સાથે જ તેને કેપ્ટન તરીકે પોતાની બીજી મેચમાં જ સદી ફટકારી હતી.

રોહિત શર્માએ આ સાથે એડમ ગિલક્રિસ્ટ અને નાથન એસ્ટલના 16-16 સદીના રેકોર્ડની બરાબરી પણ કરી હતી.

શ્રીલંકા વિરૂદ્ધ રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. શ્રીલંકા વિરૂદ્ધ આ બીજી વખત સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્માએ વન ડેમાં ત્રીજી વખત બેવડી ફટકારી ઇતિહાસ સર્જયો.

ભારતે 48 ઓવરમાં 3 વિકેટે 360 રન બનાવી લીધા છે. રોહિત શર્મા  (183) અને હાર્દિક પંડ્યા રમતમાં છે. શિખર ધવન 68 રને સચિથની ઓવરમાં લાહિરૂ થિરિમાનને કેચ આપતા આઉટ થયો. શ્રેયસ ઐયર 70 બોલમાં 88 રન કરી આઉટ. મહેન્દ્ર સિંહ ધોની 5 બોલમાં 7 રન કરી આઉટ.

રોહિત શર્માએ વન ડે કારકિર્દીની 16મી સદી ફટકારી હતી. સાથે જ તેને કેપ્ટન તરીકે પોતાની બીજી મેચમાં જ સદી ફટકારી હતી. રોહિત શર્માએ આ સાથે એડમ ગિલક્રિસ્ટ અને નાથન એસ્ટલના 16-16 સદીના રેકોર્ડની બરાબરી પણ કરી હતી.

મોહાલી ખાતે ભારત અને શ્રીલંકા રમાઈ રહેલી વચ્ચે બીજી વન ડે મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજની મેચમાં માત્ર 18 વર્ષ અને 69 દિવસના યુવા ક્રિકેટર વોશિંગ્ટન સુંદરે ભારતીય ટીમ તરફથી ડેબ્યૂ કર્યુ હતું. મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ વોશિંગ્ટનને ભારતીય ક્રિકેટ ટીમની ટોપી પહેરાવી હતી. સુંદરને કુલદીપ યાદવના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતીય ટીમ ગત મેચની ભૂંડી હારનો બદલો લઈ શ્રેણીમાં સરસાઈ મેળવવાના તો શ્રીલંકાની ટીમ શ્રેણીમાં બીજી મેચ જીતી સરસાઈ જાળવી રાખવા મેદાને પડશે

ભારત અને શ્રીલંકાની ટીમો:

  • ભારત: રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, મનિષ પાંડે, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.
  • શ્રીલંકા: દાનુષ્કા ગુણાથીલકા, ઉપુલ થરંગા, લાહિરૂ થિરિમાને, એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિકવેલા, અસેલા ગુણારત્ને, થિસારા પરેરા (કેપ્ટન), સચીથ પથીરાના, સુરંગા લકમલ, અકીલા ધનંજય, નુવાન પ્રદીપ.

ભારતનો સ્કોર: 392

  1. રોહિત શર્મા: રન 208  બોલ: 153  ફોર: 13  સિક્સ: 12
  2. શિખર ધવન: રન 68  બોલ: 67 ફોર: 9  સિક્સ: 0
  3. શ્રેયસ અય્યર: રન 88 બોલ: 70 ફોર: 9  સિક્સ:2
  4. મહેન્દ્રસિંહ ધોનીરન 7 બોલ: 5 ફોર: 0 સિક્સ:1
  5. હાર્દિક પંડ્યા: રન 8 બોલ: 5 ફોર: 1  સિક્સ: 0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here