નીતિન પટેલની નારાજગીને લઇ સુરત ભાજપમાં આવી શકે છે રાજકીય ભૂકંપ Vtv

0
120

ખાતાની ફાળવણી મુદ્દે નારાજ થયેલા નીતિન પટેલને 19 ધારાસભ્યોનું સમર્થન છે. નીતિન પટેલ મુખ્યમંત્રી બનવા તૈયાર હોય તો ધારાસભ્યોનું સમર્થન છે. સુરતના ભાજપના જૂથમાં નીતિન પટેલને લઇને ચર્ચાઓ તેજ બની છે. નારાજગીના મામલે સુરત ભાજપમાં ગમે ત્યારે રાજકીય ભૂકંપ આવી શકે છે.

મહત્વનું છે કે, ગુજરાતની નવી ભાજપ સરકારે શપથ ગ્રહણ કર્યાના ત્રણ દિવસ બાદ પોતાના મંત્રીઓને ખાતાની સોંપણી પણ કરી દીધી છે. પરંતુ ખાતાની વહેંચણીને લઈને ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ થયા છે. નીતિન પટેલ પાસેથી શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ ખાતુ છીનવાતા તેઓ નારાજ થયા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નીતિન પટેલની નારાજગી પણ સામે આવી છે. ખાતાની વહેંચણીમાં સાઈડ લાઈન કરાતા આજે તેઓ પોતાની ઓફિસ પણ આવ્યા ન હતા. હજૂ પણ કેટલાક દિવસો ન આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં આને લઇ પડઘા પડ્યા છે.

Vtv News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here