નીતિન પટેલને હાર્દિકે કરી ખૂલ્લી ઓફર જાણો શું કહ્યું હાર્દિકે

0
874

ગુજરાતમાં ભાજ૫ની નવરચિત સરકારમાં મંત્રી મંડળની રચના અને ખાતાની ફાળવણીને લઇને જાગેલા ભયંકર આંતરકલહ વચ્ચે બે દિવસથી ચાલી રહેલી વિવિધ ચર્ચાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી મૌન ધારણ કરીને બેસી ગયા છે. જ્યારે મુખ્યમંત્રીએ આ અંગેનો જવાબ આપવાના બદલે સમગ્ર બાબત હસી કાઢી હતી. બીજી તરફ પાસના કન્વીનર હાર્દિકે નાયબ મુખ્યમંત્રીને 10 ધારાસભ્યો સાથે રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાઇ જવાની ખૂલ્લી ઓફર કરી છે.

બીજી તરફ ચિંતન શિબિર માટે બોટાદ પહોંચેલા પાસ કન્વિનર હાર્દિક પટેલે નીતિન પટેલની નારાજગી પર જવાબ આપ્યો છે. તેણે ખૂલ્લી ઓફર કરતા કહ્યું છે કે, નીતિન પટેલ અમારી સાથે જોડાઈ શકે છે. હાર્દિક પટેલ કહ્યુ કે નીતિન પટેલ 10 ધારાસભ્યો સાથે રાજીનામુ આપી શકે છે. તેઓ રાજીનામુ આપશે તો અમે કોંગ્રસને વાત કરીશુ. તેમણે નીતિન પટેલ સાથે અન્યાય થયો હોવાનું પણ કહ્યું હતું.

ગુરુવારે ભજવાયેલા હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાના અંતે કેબિનેટમાં શહેરી વિકાસ તેમજ નાણા ખાતાથી હાથ ધોવા પડ્યા હોવાને કારણે નીતિન પટેલ કોપાયમાન થયા હોવાનું જાણવા મળે છે. પટેલે ગુરુવારે રાત્રે નિવાસસ્થાને પહોંચ્યા પછી શુક્રવારની વહેલી સવારના 4.30 વાગ્યા સુધી ઉજાગરો કર્યો હતો, તેમ આધારભૂત સૂત્રોનું કહેવું છે. ખાતાં વહેંચણીમાં થયેલા અપમાનથી નારાજ નીતિન પટેલને મનાવવા માટે ભાજપ મોવડીમંડળે હજુ 2-3 દિવસનો સમય માગ્યો છે. તેથી પટેલ ત્યાં સુધી રાહ જોશે પરંતુ જો માન જળવાય તેવું પગલું ભાજપ મોવડીમંડળ દ્વારા નહીં લેવાય તો કદાચ નીતિન પટેલ મંત્રીમંડળમાંથી રાજીનામું આપે તેવી પ્રબળ સંભાવના છે.

સમર્થકો અને કેટલાક ધારાસભ્યો પટેલને મનાવવા પહોંચ્યા પટેલને મળવા સંખ્યાબંધ સમર્થકો અને કેટલાક ધારાસભ્યો પહોંચ્યા – સૂત્રોનું કહેવું છે કે, નારાજ નીતિન પટેલ શુક્રવારે રાત્રે સ્વર્ણિમ સંકુલથી નીકળીને સીધા જ અમદાવાદના થલતેજના મણિભદ્ર સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા માટે સંખ્યાબંધ સમર્થકો ઉપસ્થિત હતા. પ્રાપ્ત જાણકારી મુજબ પટેલ વહેલી સવારના 4.30 વાગ્યા સુધી જાગ્યા હતા. કારણ કે તેમને મળવા માટે સમર્થકોનો પ્રવાહ રોકાયો નહોતો.

નીતિન પટેલ જે કંઈ પણ નિર્ણય લેશે સમર્થકોનો સપોર્ટ:

એટલું જ નહીં ભાજપના કેટલાક પાટીદાર ધારાસભ્યો તેમજ ચૂંટણીમાં હારી ગયેલા પાટીદાર આગેવાનો પણ પટેલને મળવા આવ્યા હતા. ઘણા લોકોએ પટેલ સાથે ફોન પર સંપર્ક કરીને તેમના થયેલા અપમાન અંગે ગુસ્સો અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. જાણકારી મુજબ સમર્થકોએ બાંયધરી આપી છે કે નીતિન પટેલ જે કંઈ પણ નિર્ણય લેશે, તેમાં સૌ કોઈ તેને સપોર્ટ કરશે.

પટેલને મળવા સંખ્યાબંધ સમર્થકો અને કેટલાક ધારાસભ્યો પહોંચ્યા:

સૂત્રોનું કહેવું છે કે, નારાજ નીતિન પટેલ શુક્રવારે રાત્રે સ્વર્ણિમ સંકુલથી નીકળીને સીધા જ અમદાવાદના થલતેજના મણિભદ્ર સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા માટે સંખ્યાબંધ સમર્થકો ઉપસ્થિત હતા. પ્રાપ્ત જાણકારી મુજબ પટેલ વહેલી સવારના 4.30 વાગ્યા સુધી જાગ્યા હતા. કારણ કે તેમને મળવા માટે સમર્થકોનો પ્રવાહ રોકાયો નહોતો. એટલું જ નહીં ભાજપના કેટલાક પાટીદાર ધારાસભ્યો તેમજ ચૂંટણીમાં હારી ગયેલા પાટીદાર આગેવાનો પણ પટેલને મળવા આવ્યા હતા. ઘણા લોકોએ પટેલ સાથે ફોન પર સંપર્ક કરીને તેમના થયેલા અપમાન અંગે ગુસ્સો અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. જાણકારી મુજબ સમર્થકોએ બાંયધરી આપી છે કે નીતિન પટેલ જે કંઈ પણ નિર્ણય લેશે, તેમાં સૌ કોઈ તેને સપોર્ટ કરશે.

Bhaskar News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here