ગુજરાતના CM તરીકે આ વ્યક્તિનું નામ લગભગ નિશ્ચિત, સંસદીય બોર્ડની મહોર બાકી

0
1683

ગુજરાત વિધાનસભામાં કટોકટીના જંગ પછી ફરી ભગવો લહેરાયો છે, ત્યારે હવે મુખ્યમંત્રી કોણ બનશે તેની રાહ જોવાઇ રહી છે, જો કે ટૂંક સમયમાં જ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ જાહેર કરાશે, પરંતુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે ફરી રૂપાણી જ મુખ્યમંત્રી બને તેવા ઉજળા સંજોગો છે, બસ માત્ર પાર્લામેન્ટ્રી બોર્ડની સત્તાવાર જાહેરાત થાય તેટલી જ રાહ છે.

શું કામ રૂપાણી રીપીટ ?

રૂપાણીને પેટાચૂંટણી લડાવી પછી મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કર્યા હતા, ત્યારે દોઢ વર્ષના કાર્યકાળમાં તેમણે ગતિશીલ કામગીરી કરી છે, અને પોતાની છબી ચોખ્ખી રાખવામાં સફળ રહ્યાં છે. કટોકટીના સંજોગોમાં પણ રૂપાણીએ પોતાનું સ્થાન સ્પષ્ટ રાખ્યું છે. અને સાથે સાથે સંગઠનની જવાબદારી પણ બખૂબી નિભાવી છે. આ સિવાય રાજકોટ – 69 બેઠક પરથી 53 હજારથી પણ વધુ લીડ મેળવી છે, આ બેઠક પરથી વજુભાઇ વાળા અને નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા છે, પરંતુ આટલી લીડ કોઇએ મેળવી નથી.

બે ડેપ્યુ સીએમની થીયરી:

જ્ઞાતિના ગણિતની વાત કરીએ તો આ વખતે બે ડેપ્યુટી સીએમની શક્યતાઓ પ્રબળ છે, જેમાં એક પટેલ અને ઠાકોર સમાજને સ્થાન મળે અને પ્રદેશ પ્રમુખમાં ઓબીસ સમાજને સ્થાન મળે તો નવાઇ નહીં, ડેપ્યુટી સીએમમાં નીતિન પટેલ અને દિલિપ ઠાકોર જેવા નામો મોખરે છે, તો ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવાય તો પણ નવાઇ નહીં.

Download Application: Click Here

Competitive Exam Free App
Competitive Exam Free App

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here