15 ડિસેમ્બરે સૂર્ય બદલી દેશે આ 5 રાશિનું ભાગ્ય, જાણો કોણે રહેવું સાવધાન

0
854
Astrology
Astrology

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને યશ પ્રસિદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. તેથી જ જ્યારે જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે તો તેની વ્યાપક અસર બાર રાશિઓ પર પડે છે. સૂર્યનો પ્રભાવ વ્યક્તિના માન-સન્માન અને સામાજિક પ્રતિષ્ઠાને અસર કરે છે. આગામી 15 ડિસેમ્બરે પણ સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધનમાં પ્રવેશ કરશે. ધન રાશિમાં સૂર્ય 14 જાન્યુઆરી સુધી રહેશે અને આ સમય દરમિયાન શુભ કાર્યો પર પણ રોક રહેશે. આ સમય જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ મહત્વનો હશે. ત્યારે જાણો આ 1 માસનો સમય 12 રાશિઓ માટે લાભકર્તા હશે કે સમસ્યા વધારનાર.

મેષ:
સૂર્યનું આ રાશિ પરિવર્તન મેષ રાશિના નવમા ભાવમાં થશે જેના કારણે આ 1 માસનો સમય આ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને સમૃદ્ધિ લાવનાર સાબિત થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે તેમને સફળતા મળશે. જો કે આ સમય દરમિયાન માતા-પિતાનું માન જાળવવું. શક્ય હોય તો માણેકનો નંગ પહેરવો.

વૃષભ:
આ રાશિ પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોને મિશ્રફળ પ્રાપ્ત થશે. તમને એટલું જ મળશે જેટલી તમે મહેનત કરશો. જો કે સૂર્ય પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ થવાના સંકેત પણ આપે છે. આ સમય દરમિયાન જાતકોએ ક્રોધ પર કાબૂ રાખવો નહીં તો વાતનું વતેસર થતાં સમય નહીં લાગે. વાહન દુર્ઘટનાના યોગ સર્જાય રહ્યા છે તેથી સાવધાની રાખવી.

મિથુન:
સૂર્યના આ ગોચરથી મિથુન રાશિના જાતકોને લાભ કરતાં નુકશાન થવાની સંભાવના વધારે છે. પારિવારિક અશાંતિ અને ક્લેશ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પણ વિવાદ અને સમસ્યાઓ સર્જાય. બિનજરૂરી ઝઘડા ન કરવા નહીં તો નુકસાન તમને જ થશે. આ સમયમાં શત્રુ બળવાન રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કર્ક:
કર્ક રાશિને આ ગોચરથી મિશ્રફળ મળશે. આ સમય દરમિયાન મહત્વના કાર્યો અટકતાં જણાય. જો કે આ રાશિના જાતકોએ કરજથી બચવું જરૂરી છે. જો આ સમયમાં કરજ લેશો તો નુકસાન વધવાની સંભાવના છે. આ સમય પેટ સંબંધિત સમસ્યાઓને વધારશે. જો કે આ સમય નોકરી અને વ્યવસાય માટે સારો સાબિત થશે.

સિંહ:
સૂર્ય આ રાશિના પાંચમા ભાવમાં ગોચર કરશે. જેના કારણે માનસિક અશાંતિમાં વધારો થઈ શકે છે. કોઈપણ નિર્ણય વિચાર્યા વિના ઉતાવળે ન લેવો. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવવી.

કન્યા:
વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જીવનસાથી સાથે વિખવાદ થાય તેવી પ્રબળ શક્યતાઓ હોવાથી સાવધાન રહેવું. નોકરી-વ્યવસાયમાં સફળતા અને ઉન્નતિનો સમય છે. લાંબી યાત્રાના યોગ બને.

તુલા:
આ ગોચર તુલા રાશિ માટે શુભ સાબિત થશે. પારિવારિક, સામાજિક જીવનમાં પ્રગતિ થાય અને કાર્યક્ષેત્રમાં પણ લાભ થશે. આ રાશિના જાતકોનું માન-સન્માન પણ વધે. પરંતુ મહેનત નહીં કરનાર માટે આ સમય ખરાબ સાબિત થશે.

વૃશ્ચિક:
સૂર્ય આ રાશિના દ્વિતીય ભાવમાં હશે જેના કારણે આર્થિક લાભની શક્યતાઓ વધે છે. પિતા સાથેના સંબંધ સુધરશે પણ પારિવારિક જીવનમાં તાણ રહી શકે છે. આ સમયમાં કારણ વિનાના વિવાદોમાં ન પડવું. આંખનું ધ્યાન રાખવું.

ધન:
આ રાશિ પરિવર્તન ધન રાશિના જાતકો માટે નોકરી-વ્યવસાયમાં લાભ કરાવશે. પ્રમોશન થઈ શકે છે. પત્ની સાથેના સંબંધોમાં સાવધાની રાખવી.

મકર:
આ ગોચરથી શત્રુઓ નબળા પડશે. આ સમયમાં યાત્રાના યોગ પણ સર્જાય છે. આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી વધારાના ખર્ચથી બચવું. જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા મળે.

કુંભ:
આ રાશિના જાતકો માટે સૂર્ય લાભ લઈ આવશે. આ ગોચર દરેક પ્રકારના શુભ ફળ લઈને આવશે. આર્થિક સ્થિતી આ માસ દરમિયાન સુધરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારા થશે. આ સમય દરમિયાન પરિવારમાં કોઈ શુભ અવસર પણ આવી શકે છે.

મીન:
મીન રાશિ માટે પારિવારિક જીવનમાં વાદ-વિવાદ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. માનસિક અશાંતિ, વિવાદ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં લાભ થશે. પ્રમોશન પણ મળી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here